સારસ્વતો..., ક્યાં સુધી આવું??
=================================
શિક્ષકની જાહેરાતો આવવા લાગી અને આવશે; જેમાં મોટા ભાગે "ખાસ નોંધ" કે "સુચના" માં અપેક્ષા એવી હોય છે કે,
* કૉમ્પ્યુટર જ્ઞાન સહિત જે તે વિષય તજજ્ઞ તો જોઈએ જ પણ તદ્દન હંગામી.
* "કોઈ પણ જાતનો પસંદગી પત્ર આપવામાં આવશે નહીં."
*... નોકરી છોડતા પહેલા એક મહિના પહેલાં લેખિતમાં જાણ કરવાની..." -- જેઓ પસંદગી પત્ર જ નથી આપવાનાં તેઓ એક મહિના અગાઉ લેખિત "? "માંગે છે.
બીજું આવું તો કંઈ કેટલુંય...
બધા નિયમોનું પાલન કરાવી શિક્ષક પાસે કામ બધું જ લેવું છે પણ તેને સલામત રાખવાની કોઇ જ ભાવના નથી. શિક્ષકનું જે થવું હોય તે થાય!!
શિક્ષકનાં ભોગે શિક્ષણ શ્રેષ્ઠ અને સલામત કઈ રીતે...?
"સમજાય" તો સારું,
નહિતર
લખનારનું નઠારું.
###
રાજેન્દ્રકુમાર એન.વાઘેલા
ભરૂચ.