*જરુરી*
=========================
જીવનમાં ડગલેને પગલે સાવધાની રાખવી જરુરી.
કેટલીક વાત હંમેશાં બધાથી છાની રાખવી જરુરી.
નથી મળતું બધું બધાંને હોય જે મનગમતું જગતમાં,
કરી કર્મો સારાંને ગયા પછી નિશાની રાખવી જરુરી.
નથી જતું નિષ્ફળ કદી કરેલું કર્મ આ દુનિયામાં વળી,
કહેવાય વાત પેટછૂટી જગ્યા મઝાની રાખવી જરુરી.
આમ તો ચાલે છે સઘળું સ્વાર્થની બુનિયાદ આધારે,
તોય ક્યારેક પરમાર્થની જ્યોત નાની રાખવી જરુરી.
*ચૈતન્ય જોષી. ' દીપક '* *પોરબંદર.*
=======================
#સાવધાની