Gujarati Quote in Blog by Tr. Mrs. Snehal Jani

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સક્ષમ હોવાનો અર્થ તાકાતવર હોવું કે શક્તિનું પ્રદર્શન કરવું એવો નથી. પોતાની પાસે વધુ મિલકત છે એટલે હું વધારે સક્ષમ છું એવો વહેમ ન રાખવો. જ્યારે જીવનની અંતિમ ક્ષણો ગણાતી હોય છે ને ત્યારે કોઈ મિલકત તમને બચાવી શકતી નથી. ગમે એટલા તાકાતવાન હોઈએ ક્યારેક તો શક્તિ ક્ષીણ થવાની જ છે.
સક્ષમ હોવું એટલે કે ગમે તેવી પરિસ્થિતી સામે હોય એનો સામનો કરવાની ક્ષમતા હોવી. પોતાના પર કે ઘરનાં કોઈ સભ્ય પર અચાનક જ કોઈ મુસીબત આવી જાય તો કેવી રીતે એમાંથી બહાર નીકળો એ તમારી સક્ષમ હોવાની સાબિતી આપે છે. જો તમે ગભરાઈને કંઈ જ ન કરી શકો તો તમે સક્ષમ નથી.
જો કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિને મદદ કરી શકવા સક્ષમ હોય તો કરો. ભગવાને દરેકને એટલા સક્ષમ તો બનાવ્યા જ છે કે અમુક હદ સુધી અન્યને મદદ કરી શકો.
પોતાને જ એટલા સક્ષમ બનાવો કે બીજા માટે તમે એક પ્રેરણાત્મક ઉદાહરણ બની જાઓ અને એ વ્યક્તિ પણ પોતાને સક્ષમ બનાવી શકે. એટલા સક્ષમ બનો, એટલી મહેનત કરો કે પોતાના બાળકોને કોઈ બીજાનું ઉદાહરણ ન આપવું પડે.
આજકાલ જે સ્ત્રીઓ અને નાની છોકરીઓ પર થતા હુમલાની વાતો સાંભળીએ છીએ એ જોતાં એટલું તો સ્પષ્ટ જ છે કે તમે દીકરીને કંઈ ન આપો તો ચાલશે પણ એટલી તો સક્ષમ બનાવો જ કે પોતાનું રક્ષણ કરી શકે. એટલી ભણાવો અથવા તો કોઈ એવું કૌશલ્ય એનામાં શોધી કાઢો કે જેથી એ પોતાના પગ પર ઊભી રહે. કોઈ એનાં પર અત્યાચાર કરવાની કોશિશ પણ કરે તો પાછો પડે. પોતાના ઘરમાં આર્થિક મદદ કરવા પણ એ સક્ષમ હોય.
પોતાની વિચારશક્તિ એટલી સક્ષમ બનાવો કે તમે જે ઈચ્છો છો તે મેળવી શકો. દરેક વસ્તુ પૈસાથી ખરીદી શકાતી નથી. કોઈ સ્થાન પર તમને ઉચ્ચ પદ ત્યારે જ મળે છે જ્યારે તમે એટલા સક્ષમ હોવ, નહીં કે તમે ખૂબ શ્રીમંત છો એટલે એ પદને લાયક છો.
#સક્ષમ

Gujarati Blog by Tr. Mrs. Snehal Jani : 111501867
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now