અવરોધ જો ના નડ્યા હોત નદીને,
તો પથ્થરો ને ક્યાંથી મળી હોત!!,
અવરોધ જો ના નડ્યા હોત વાદળ ને,
તો પહાડો ને ક્યાંથી મળ્યાં હોત,
અવરોધ જો ના નડ્યા હોત સાગર ને,
તો કિનારો ક્યાંથી મળ્યો હોત,
અવરોધ જો ના નડ્યો હોત બીજ ને,
તો ઝાડ નો છાયો ક્યાથી મળ્યો હોત,
અવરોધ જો ના નડ્યો હોત કુદરત ને,
તો આ સૃષ્ટિ ક્યાંથી મળત આપણને.....
#અવરોધ