મોરલીમાં મીઠામીઠા સૂર ભરું
શ્વાસ ખોટા કે અવરોધ ભરું
ગગન ઈચ્છાની ઝાંખી પડી
કાન ખોટા કે ગીત અવરોધુ
સૂરગંગાથી શાંતિ અવરોધુ
સૂર મુગ્ધાથી તરંગ વિહોણું
સંગીત નિપુણ જ્ઞાન ખોટું ધરું
નૂપુર-નર્તન ગાનનો અવરોધ ભરું
આંખોના ગોખમાં ચંદ્ર ભરું
શાપિત અકંપિત તિમિર ભરું
મોરલીમાં મીઠામીઠા સૂર ભરું
શ્વાસ ખોટા કે અવરોધ ભરું
#અવરોધ
-------------------------------------------------------
ગીતને સંગીતનો શોખ છે, પણ સુર સાથે રાગ બરાબર આવતા નથી. જ્યારે સંગીતના સૂર સાથે ગીતનો સૂર ન મળતા જે સ્થિતિ સર્જાય છે તે સ્થિતિનું એક સુંદર વર્ણન આ રચનામાં કર્યું છે. મારા જેવા બેસૂરા ની વ્યથા પ્રસ્તૂત કરી છે.