સંતુલન
================================
સંતુલન એ વિકાસ નુ ધોતક છે, જેના જીવનમાં ઉત્સાહ પૂર્વક પ્રવૃત્તિઓ થાય છે ત્યાં મનની સમજણ, એકાગ્રતા અને બુદ્ધિ ની તીવ્રતા તમારા જીવનમાં સંતુલન જાળવી રાખે છે.
હંમેશા પ્રાકૃતિક જીવન જીવતા, પ્રકૃતિ ના નિયમો ને અનુરુપ જીવનાર નું મન સંતુલિત રહે છે. જે આહાર વિહાર વર્તન સંતુલિત રાખે છે,તેનો વિકાસ નિશ્ચિત થાય છે. ભાવનાત્મક રીતે વહી જવાથી અસંતુલન ઊભું થાય છે. હંમેશા વિવેકપૂર્ણ વર્ત હોય તો સંતુલન રહે.
ફક્ત પોતાનો જ વ્યક્તિ ગત સ્વાર્થ જોનાર નું ચિત અને જીવન ભ્રમિત થઈ જાય છે. વ્યક્તિ કદી એકલા હોતો નથી એની સાથે કુટુંબ અને સમાજ છે, તેથી કૌટુંબિક સામાજિક આર્થિક રાજનૈતિક બધી બાબતો નો તેના જીવનમાં પ્રભાવ પડે છે. એકલો ખાય છે એ પાપી છે,એવા વ્યક્તિ ઓ મહત્વકાંક્ષી બની વિશ્વની શાંતિ નો ભંગ કરી સંતુલન બગાડે છે.
આ વિશ્વ માં માન. સિવાય દરેક શાંતિથી થી રહે છે.એમની જરુરીયાત ની પુર્તિ એજ લક્ષ્ય હોય છે. પરંતુ માનવ ને તૃષ્ણા નો અંત નથી શ, તેથી સંતુલન જાળવી રાખવા નું અઘરું છે.જે ત્યાગી છે વૈરાગ્ય માં જી ન જીવી જાણે છે,એ જ ખરું સંતુલન કેળવી શકે છે.
માણસને સંતુલન જાળવી રાખવા પુરી જીંદગી પણ પર્યાપ્ત નથી, જ્યાં સુધી તે સંયમિત ઇચ્છાશક્તિ ના રાખે.
માટે સંતુલન એ આપણા હાથની વાત છે.એ જાણી જીવન ની મઝા માણો. ૐ શાંતિ ૐ.
====