જુઓ વહેંચવાને નીકળી છે
સામાન પેલી કાંગસી,
ચોરે ચોરે જાય ડેલી ડેલી
ખખડાવે જુઓ પેલી અલ્બેલી
ઉજજડ પડેલી શેરી માં જાણે
આવે પ્રાણ પુરવા પેલી ઘેલી
એનો હોંકારો તે એવો લાગે જાણે
સુમધુર સંગીત રણક્યું શેરી માં
એના ચાલવા માં એના ઝાંઝર નો
રણકાર જાણે મંદિરે વાગતી ઝાલર
હું તો જાણે એની જ રાહે બેઠી હોવ
એમ એે આવે ને અના એક્ અવાજ થી
જાઉ બાર દોડી
લાવે કેટલોય અવ નવો સામાન
લાખ ના પાટલાં, રજવાડી હાર
ચાંદ ને પણ શરમાવે એવા ચાંદલા,
મોતી કંદોરો, ને લાવે જુડો કુંદન નો
નથલડી તો જાણે સોનાની, ને લાવે
ઝાંઝર જાણે ચાંદી ના,
એક્ એક્ અલંકાર નું વર્ણન કરે એવું
મારું ને સૌનુ મન લલચાવે, લેવા સારું
"આ લે બોન આ રઝવાડી પેરિશ તો
રાજરાણી ઝેવિ લાગય ને તારો પતિ
રાઝા ની ઝેમ ઝોહે તુને"
એના એક એક શબ્દો મારા માટે
જાણે હીરા મોતી , સાંભળી હરખાઉં
ને શરમાવું ઘડી ઘડી, વાતું કરતી
જાય આખા મલક ની, સમજાય નય
વેંચે સામાન? કે પછી સ્ત્રી નું એે સુખ?
જે મળે એના આવા થી અને એના સામાન થી
પળ ભર નું સુખ આપી ચાલી જાય
પાછી બીજી ડેલી, જ્યા મારા જેવી
કોય સ્ત્રી એની રાહ જોતી હોય,
આ મોભા વાળા સમાજ ને શું ખબર
એે તરછોડેલી કાંગસી ના "સામાન" ની
એે "સામાન" નહિ સ્ત્રી નો "શણગાર" છે
એે આપતી સુખ ને કેમ સમજી શકે?
આ સમજદાર સમાજ.
કહેવાતી કાંગસી પણ સ્ત્રી ના મન ની માણકી.
#સામાન