Gujarati Quote in Microfiction by Tejal Vaghasiya .

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"મમ્મી મારો સામાન ક્યાં ગયો?" નિશાએ પોતાની રૂમની અંદર જ પ્રવેશતાની સાથે જ બુમ મારી.
"બેટા, એ રૂમમાં હવે તારો ભાઈ રહેશે. તું તો હવે અહીં કેટલા દા'ડા!!! મહેમાનની જેમ આવીશ ને જઈશ." નિશાની મમ્મીએ રસોડામાંથી જ જવાબ આપ્યો.
"લગ્ન થયા એને હજી તો એક અઠવાડિયું પણ નથી થયું, ત્યાં તો હું તમારા માટે મહેમાન બની ગઈ અને ત્યાં સાસરીમાં પણ ગઈ કાલે એમ જ કહ્યું કે, એને તો હજી મહેમાનની જેમ જ રેવાનું છે, તો મારૂં ઘર ક્યાં?" નિશાએ મનમાં જ વિચાર કરતા કરતા નિઃસાસો નાખ્યો અને વિચારમાં ડુબી ગઈ, "મને બધા મહેમાન જ ગણે છે તો મારા લગ્નજીવનની ખાટી-મોળી, સારા નરસી વાતો હું કોને કહું???" ફરી એકવાર એક ઉંડો નિઃસાસો નાખીને નિશા દસ દિવસ પહેલાના પોતાના એ રૂમને એક નજરથી નિહાળીને પોતાની બેગ લઇને રૂમના દરવાજેથી જ પાછી ફરી અને ગેસ્ટરૂમમાં ગોઠવવાની કોશિશ કરી રહી.
તેજલ
#સામાન

Gujarati Microfiction by Tejal Vaghasiya . : 111498452
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now