સાફસફાઈ કરતાં કરતાં ઘરનાં એક ખૂણામાં મુકેલો થોડો સામાન મળ્યો. ખોલ્યો અને એક પછી એક જોતી ગઈ. એક નાની પેન્સિલ, ખાલી થઈ ગયેલી બોલપેનની રીફીલ, બે ડાયરીઓ, એક જોડી સ્કૂલ યુનિફોર્મ, કેટલાંક ફોટાઓ, અને બીજી પણ આઠ દસ વસ્તુઓ હતી. હતો તો વર્ષો જૂનો સામાન પણ કંઈ કેટલીયે યાદોને તાજી કરાવી દીધી. આંખોના કોરા પડેલા ખૂણાને ઘણી બધી યાદોથી ભીંજવી દીધી આ સામાને. કેટલીક યાદોએ ખુશીથી આંખો ભીંજવી તો કેટલીક દુઃખભરી યાદો પણ હતી.
કમાલ છે થોડા સામાનનો કે જેણે થોડી જ વારમાં આખા ભૂતકાળની જીંદગી જીવાડી દીધી.
#સામાન