Gujarati Quote in Poem by Umakant

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જોને, આ વિચિત્રતા!!!

ઊંચી છે ઇમારતો ને, નાના છે મન!
પહોળા છે રસ્તાઓ ને, સાંકડા દૃષ્ટિકોણ!
મોટું છે મકાન ને, રહેનારા છે ત્રણ!
 જોને, આ વિચિત્રતા!

સેંકડો છે ફેસબુક ફ્રેન્ડ્સ, ને એકાકી છે મન!
લાગણીની બોલબાલા ને સભ્યતાની પૉલ
લાગણી ના નામે, કેવો વેપાર ચાલે, રેલમછેલ !
 જોને, આ વિચિત્રતા!

હવા છે શુદ્ધ ને, દુષિત છે મન!
આલિશાન છે મકાનો, ને તૂટેલા છે સંબંધો !
મિલકત છે લાખોની ને, “મોરલ” છે કમ!
 જોને, આ વિચિત્રતા!

વાતો છે ઓછી ને, કોલાહલ છે હરદમ!
વાંચે છે વધુ ને વિચારે છે કમ!
અફવા છે જાતજાતની ને સચ્ચાઈ છે કમ
 જોને, આ વિચિત્રતા!

દવાઓ છે જાતજાતની ને, તબિયત છે નરમ!
રોગ છે જાતજાતના ને દવાઓ છે કમ!
ધંધાઓ છે જાતજાતના ને, “કિંમત”છે કમ!
જોને, આ વિચિત્રતા!

વ્યંજનો છે ભાતભાતના ને, પાચન શક્તિ છે નરમ!
દવાની ગોળીયો જાતજાતની ને પરેજી છે કમ!
માણસાઈ હવે થઈ ગઈ કમ!!!
 જોને, આ વિચિત્રતા!

પહોંચવું  છે અંતરિક્ષમાં ને, ખબર નથી, પડોશી છે કોણ!
ભણતર છે વધારે ને, આવડત છે કમ!
શારીરીક સુખો છે વધારે ને, માનસિકતા છે કમ!જોને, આ વિચિત્રતા!

લખે છે વધારે ને, શીખે છે કમ!
આ જીવનની હરીફાઈ માં, કોણ હંમેશા રહે છે પ્રથમ!
માણસાઈ હવે થઈ ગઈ કમ!!!
જોને, આ વિચિત્રતા!

વધે છે વરસો ને, “જીવે” છે કમ!
બનાવે છે “એટમ”, તોય તોડી શકે ના અહમ!
જોને, આ વિચિત્રતા!

માણસાઈ પુરાઈ છે, પિંજરે ને, પ્રાણીઓ મહાલે છે મુક્ત!
છુપાયું છે હાસ્ય ને, આંખો છે બેશરમ!
લાગણીને બદલે, નફરત છે હરદમ!
 જોને, આ વિચિત્રતા!!
                           
   Neha Desai

Gujarati Poem by Umakant : 111498406
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now