ક્યાંક ઘોર તમસ માં ઊંડે ઊંડે
દીવડો ટમટમતો દેખાય,
સમજવું કે હજી આશા જીવંત છે.
ક્યાંક કોઈ રડતાં બાળક ને
તેડી લેવાનું મન થાય,
સમજવું કે મમતા જીવંત છે.
ક્યાંક કોઈ દુઃખિયા ની
પીડા હરવાનું મન થાય,
સમજવું કે કરુણા જીવંત છે.
ક્યાંક કોઈ કુદરત ના ખોળે બેસી ને
સૌંદર્ય લૂંટવાનું મન થાય,
સમજવું કે મધૂરતા જીવંત છે.
ક્યાંક કોઈ સ્મારકે શહીદના
વંદન કરતાં લોહી ધસમસતું જણાય,
સમજવું કે દેશભક્તિ જીવંત છે.
સુખ-દુ:ખના કાંટાળા માર્ગે
જો રમતા નો કરિયે ગુલાલ,
સમજવું કે 'આપણે' જીવંત છે.
#જીવંત