ન કરો એટલી ખુશામત કે એ ભગવાન બની જાય,
સત્તાના કિરણોથી અંજાય એ શૈતાન બની જાય.
બદદુઆ કરતા રહેજો તમે મારી માટે મારા દોસ્તો,
ખબર નહિ કોઈ દુઆ ક્યારે વરદાન બની જાય.
આ રક્તથી ભીંજાયેલ પન્ના એટલા માટે બનાવ્યા,
મારો પ્રયત્ન છે કે જે જોઈ કોઈ ઇન્સાન બની જાય.
આ અંગૂઠાછાપ લોકોથી જરા સાચવીને બોલજો,
ખબર નહિ કોણ ક્યારે દેશનો પ્રધાન બની જાય.
છેતરાઈ ન જતા તમે આવરણ જાતિવાદીના જોઈ,
કદાચ તમારી ઝુંપડી એની થાળીનું ધાન બની જાય.
"મનોજની" આ કવિતા નથી, મારુ હિન્દુસ્તાન છે,
લખું છું હું સિંહાસનની વિરુદ્ધ, તે વિધાન બની જાય.
મનોજ સંતોકી માનસ