(मोह से व्याप्त हुए अर्जुन के कायरता, स्नेह और शोकयुक्त वचन )
अर्जुन उवाच
दृष्टेवमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम्॥
सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति।
वेपथुश्च शरीरे में रोमहर्षश्च जायते॥
હક અને ફરજ....
મારા અને હું , આ સમાજ અને પરીવાર જેના લીધે આપણુ અસ્તિત્વ છે તેમના પ્રત્યે આપણને લાગણી હોય એ સ્વાભાવિક છે પણ જ્યારે આપણા સ્વ ની વાત આવે ત્યારે આ જ લોકો ક્યારેક આપણી વિરુદ્ધ દેખાય જાય છે.આપણે સત્ય ની સાથે હોય ત્યારે તકલીફ પડે જ છે પણ એ પણ યાદ રાખવું જોઈએ કે જ્યારે આપણને તકલીફ હોય ત્યારે આપણે સત્ય ની જ બાજુ હોય એવું જરૂરી નથી હોતુ. માટે એ સમજવું ખરેખર જરૂરી છે કે આપણે ક્યાં ઉભા છીયે.
અહીં અર્જુન હક ભુલી ને પોતાની ફરજ પર સવાલો ઉભા કરે છે અને જ્યારે હક અને ફરજ ટકરાય છે ત્યારે માણસ હંમેશા અર્જુન ની જેમ જ વર્તન કરે છે.... માટે શાંત ચીતે એ જ જાણવા ની જરૂર છે કે કોઈ આપણી વિરુદ્ધ હોય ત્યારે આપણની જાતને એની જગ્યાએ મુકીને આપણી સ્થિતિ નુ અવલોકન કરી લયીએ .. ત્યારે જ ખબર પડી જાય કે આપણે સત્ય ની સાથે છીએ કે સ્વાર્થ ની સાથે.