જે બાળક સાથે બાળક બની
હંસી શકે, રમી શકે,
તે હંમેશા જુવાન જ છે.
જે જીવન રુપી સમુદ્રમાં થી ગોતાખોર બની
આશા રુપી મોતીઓ કાઢી શકે,
તે હંમેશા જુવાન જ છે.
જે સમય સાથે હાથ મેળવી
કપરાં સંજોગો માં ઊભા રહી શકે,
તે હંમેશા જુવાન જ છે.
જે આવતી તકને ભાખી લઈ
પોતાને પરિવર્તિત કરી શકે,
તે હંમેશા જુવાન જ છે.
જેની આંખો માં નીડરતા,
તનમાં સ્ફૂર્તિ ને મનમાં આતુરતા,
તે હંમેશા જુવાન જ છે.
ભાઇ!! 'જુવાન' ને ઉંમર સાથે શું લાગે વળગે?
જે સૂર્ય ની પ્રખરતા ઝીલી શકે ને
ચંદ્રની ચાંદની માણી શકે,
તે હંમેશા જુવાન જ છે.
#જુવાન