¤ જવાની ¤
( રાગઃ-- શું પૂછો છો મુજને કે હું શું કરું છું)
બહુ થનગની રહી છે, નિત નિત ભરી જવાની,
પાછી ના વળે વાળી, જુવાન આ જવાની,,,,,,,,
સમજણ વિવેક રાખી, તું સાચવી લે હીરને,
નહીં તો થશે સૌ ભેગા, જોયા જેવી થવાની,,, બહુ ૦
રૂપ ગોરું ગોરું કરવા, લગાવી લે લેપ મોંઘા,
ઘડપણમાં કાયા રૂડી, બહુ જર્જરી થવાની,,, બહુ૦
ના લૈ શકાશે શ્વાસો, ના પી શકાશે પાણી,
પાસે હશે સંબંધી, હરપળ જશે વખાની,,, બહુ૦
પ્રીત એટલી ના કર તું, દિલ દુભે આંખ રોવે,
માને છે જેને તારાં, રહેશે એ દુર જાની,,, બહુ૦
માછસ છે એનો એ ને, ભગવાન એના એ છે ,
સમજીને કહે * કેશવ *,છે વાત સમજવાની,,, બહુ ૦
¤ જગદીશ ગજ્જર ¤
#જુવાન