લગભગ લગભગ મોસમ થઈ મદમસ્ત છે
વાદળ છાયું વાતારણને રોમાંસની ઋત છે
ચાતકની જેમ આંખોમાં સપનું સ્થિત છે
લાગે છે વર્ષારાણી નજીક ને આસપાસ છે
મન મોર બની નાચેઝૂમે પણ વરસાદ ક્યાં છે?
ઢેલ પણ હવે રાહ જુવે એ થનગનાટ ક્યાં છે?
વરસાદ શરેરાશ મન મૂકીને વર્ષે તો જ ઠીક છે.
માવઠામાં નથી મજા આપણે હેલી જ ઠીક છે.
જુવાન પરદેશથી થોડું આવશો એ નહિ ફાવે,
લાંબા સહવાસનો સાથ માંગુ આપશોને હવે.
#જુવાન