માઁ ની મમતા બાપની છાયા,
જેથી ઘડાઈ આપણી કાયા.
પત્થર કુંટ્યા મુરત સ્થાપી,
ઈશ્વર એમાં જઈ સમાયા.
ઘરને ખોરડે કરી અંધારું,
મંદિરમાં દિવા પ્રગટાવ્યા.
માનવ મનનો ભોળો છે તો,
કેમ સંબંધે ઝેર ઘોળાવ્યાં.
બચપણ જેના ખોળે રમ્યા,
એને વૃદ્ધાશ્રમ જ બતાવ્યા.
જીવતર આખુ પાપ કરીને,
અંતે સૌ ગંગાજળમાં નાહ્યા.
Dp,"પ્રતીક"