નથી ખોટી રાખી આશ, મને મુજમાં રહેવા દે,
મહેકશે પ્રેમની સુવાસ, મને આજ કહેવા દે!!!
ઈચ્છાનુવતીૅ થઈ ગયો છે હવે દરેક શ્ચાસ,
મને મુજમાં રહેવા દે...
તારો મારો આમ ભલે નથી મળતો કોઈ પ્રાસ,
મને મુજમાં રહેવા દે...
આજ નહીં તો કાલ થશે તને પણ અહેસાસ,
મને મુજમાં રહેવા દે..
વગર શરતે મંજુર કરીશ છે એ પુરો વિશ્ચાસ,
મને મુજમાં રહેવા દે...
#ઈચ્છાનુવર્તી