સવાર થી રાત સુધી ના દિવસ માં પોતાના માટે સમય નીકળી દઈએ
બાળપણ ની રમતો ને ચાલ ને થોડી રમી લઈએ
જૂના મિત્રો ને યાદ કરી ચાલ ને થોડી વાતો કરી લઈએ
એજ મિત્રો ને આઈ લવ યૂ કહી દઈએ
દુશ્મન ને પણ એક કેમ છો પૂછી લઈએ
વ્યસ્તતા ભરા જીવન માં ચાલ ને થોડું હસી લઈએ
થોડું જતું કરી ભૂતકાળ ને ભુલાવી દઈએ
દુઃખ ભરેલી દુનિયા માં કોઈ ની વાતો સાંભળી લઈએ
રડતા માણસ ને થોડું હસાવી દઈએ
પરિવાર સાથે થોડો સમય વિતાવી લઈએ
કોઈ શરમ વગર મન ભરી હસી લઈએ
વ્યસ્તતા ભર્યા જીવન વચે પોતાના માટે સમય નીકળી દઈએ
જોઇલા સ્વપ્નો ને સાકાર કરવા મથી લઈએ
પોતાના શોખ ને પણ થોડો સમય આપી દઈએ
આ જીવન ફરી મળે કે ના મળે તો ચાલ ને જીવી લઈએ