યાર...
ચાલ ફરી એક વાર તારા માટે પત્ર લખી દઉં...
યાર તારી બઉ યાદ આવે છે... ભલે તું મારા કોન્ટેક્ટ મા છે તો પણ મે આ પત્ર કેમ લખ્યો ખબર છે..કેમ કે પહેલા આપડે આવી રીતે જ વાત કરતા ચોપડા ના પેજ ભરી ભરી ને કેમ કે સ્કૂલ સમય મા ફોન તો નતો મારી પાસે... અને તું પણ બીજા દિવસે ચોપડા ના ઘણા પેજ ભરી ને લખતો.. હવે હાલ મારી પાસે ફોન છે... પણ તું નથી યાર...ભલે હાલ પણ તારા થી કોઈક સમય વાત થાય છે.. પણ પેલા જેવી આપડી દોસ્તી નઈ રઈ... આ લખેલું જોઈને કદાચ તને જૂના દિવસો યાદ આવી જાય...
હમ એસે હિ દૂર હો ગયે....
બાતો કે સિલસિલે યુહિ કમ હો ગયે...
પતાં નઈ વક્ત યા હમ બૂરે હો ગયે....
આપડે પહેલા કેટલું જગાડતા .. એક બીજા ની મસ્તી કરતા...ઉડાવતા... અને પછી તું મને કહેતો કે તને મારા કરતાં સારો ફ્રેડ મલી જશે હું બહુ હર્ટ કરું છું તને...તને સારો ફ્રેડ મળશે તને બહુ ખુશ રાખશે જે ખુશી હું ના આપી શક્યો એ ખુશી એ આપશે.......
પણ યાર તારી કસમ તારા ગયા પછી મે તારા જેવા ફ્રેડ બહુ શોધ્યા પણ કોઈ મને તારા જેટલું ના સમજી શક્યું...
તું તો મારી ખામોશી ને સમજી જતો
તું તો મારા હર દુઃખ ને સમજી જતો
તું તો મારી ખુશી શેમાં છે એ પણ સમજી જતો..
તું તો બહુ હેરાન કરતો...
યાર પહેલા તું મારી સાથે વાત કરવા કેટલું કરતો...તો પણ હું દુઃખી કરતી તને..અને તારી નાની નાની ગલતી પણ તને બહુ સંભળાવતી... યાર માફ કર મને... મને ખબર છે તારા દિલ માં મારા માટે પહેલા જેટલી જગ્યા નઈ....મે લોકો ની વાત મા આવી તને ખોઈ દીધો .. આજે એ માણસ સાથે મે રિસ્તો તોડી દીધો પણ હવે શું.... મને ખબર થોડી તું પાછો મળીશ... પણ એક વાત બોલું જ્યારે બીજા લોકો ને
મારી જગ્યા પર જોઉં છું ત્યારે હું બહુ રડું છું..
પણ તને ખુશ જોઈ ફરી ખુશ થઈ જાઉં છું...
તારી લાઈફ મા હવે બહુ સારા લોકો આવી ગયા છે જેને તારી લાઈફ સુધારી...તને બહુ પ્રેમ આપયો... બહુ ખુશી આપી... બહુ સાથ આપ્યો... એટલે એ લોકો બહુ ઇમ્પોટન્ટ હોય.... પણ મને તારી સાથે ઘણી વાત કરવી છે ..ઘણું રડવું છે... મને માફ કરી દે...દેખ હું એવું તો ના કહી શકું કે ફરી આવી જા... બેસ્ટ ફ્રેડ બની જા...કેમ કે હવે તારી લાઈફ મા કોઈક છે...જેના લીધે આપડે પહેલા જેવા ફ્રેડ નહિ બની શકીએ... પણ મને માફ કર જે....મને ખબર છે બહુ ખુશ થાય છે એ જોઈને કે તે ગર્લ ફ્રેડ બનાવી... ફ્રેડ બનાવી... બહેન બનાવી પણ બેસ્ટ ફ્રેડ નઈ બનાવી હજુ કોઈને કેમ કે તું મારી જગ્યા કોઈને નઈ આપે??? બરાબર ને...ભલે તારી લાઈફ પાર્ટનર ની ખુશી માટે મારા થી દુર છે...અને દિલ મા પહેલા જેટલો પ્રેમ પણ નઈ... પણ હજુ કોઈ મારા જેવું ફ્રેડ નઈ..એ વાત ની ખુશી છે... મારા દિલ માં તારા માટે બહુ બહુ પ્રેમ છે...હાલ મને જરૂર છે... જ્યારે મારી યાદ આવે આવી જજે...
તારી મારી યારી... ભાડ માં જાય દુનિયા સારી.