જાજું મથે માનવી, ત્યારે વિઘો માંડ પવાય, રઘુવીર રીઝે રાજડા, ત્યારે નવખંડ લીલો થાય.
- રાજભા ગઢવી (ગીર)
માણસ ખૂબ મથામણ કરે, ખૂબ મહેનત કરે ત્યારે એકાદ વીઘો વાડીને માંડ પાણી પાઈ શકે.
પણ રઘુવીર (ભગવાન શ્રીરામ) રીજે (કૃપા કરે) તો નવખંડ (આખું જગત) એ વરસાદ વરસાવીને લીલું કરી દયે.
ઈશ્વરની શકિત સામે, એની કૃપાદૃષ્ટિ પાસે આપણે તો નતમસ્તક વંદન જ કરવાં જોઈએ.
#મોસમના પહેલા વરસાદનું આગમન
20/062020