મનહર નાર માનવી ચાલી ગયા
______________________
બધા નાં મનહર નાર માનવી આજ મન મૂકી ચાલી ગયા,
મેળા નાં માનવી એ તો, સાવ એકલા જ ચાલી ગયા,
ચાર દિવસ શું એકલા રહયા ? એ મુંજાય ગયા,
ડગર નાં જોઈ એમણે, છતાં મંજીલ પહોંચી ગયા,
હરેક ના હૃદય માંથી સ્નેહ નો તાંતણો ગૂંથી જીંદગી વણી ગયા,
હરેક નાં દર્દ ને હૃદય માં ભરી,બધા ને પ્રેમ પીરસી ગયા,
કુટુંબ નો દાખલો ગણાતા ગણાતા સરવાળા કરી ગયા,
મોત આવે તે પહેલાં જ સાચી જીંદગી જીવી ગયા
હરેક સભા માં જનાર માનવી આજે પ્રાર્થના સભા વગર ચાલી ગયા,
ટોળાં નાં માનવી આજે ખાંધ વગર ચાલી ગયા,
મનહરલાલ આજે મન મૂકી એકલા ચાલી ગયા