Gujarati Quote in Thought by Jay Vora

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કઠણાઈ તો એ છે કે આપણે એક કરતાં વધારે મહાભારત કરી ન શક્યા નહીતર આ દેશ તેના શિખર પર હોત..

કારણ એ છે કે મહાભારત ‌મા એટલી બધી ખુવારી થઇ કે ત્યાર બાદ ની શિક્ષણ પદ્ધતિમાં ઘણો ફેરફાર થયો અને 'લેટ ગો' નો ભાવ વધી ગયો. ખરુ જોતા યુધ્ધ માત્ર ખુવારી જ નથી લાવતા પણ દેશને આર્થિક, માનસિક અને યાન્ત્રિક રીતે પણ પગભર બનાવે છે.જાપાન અને ઈઝરાયેલ ને જૂઓ.કુષ્ણ નિતી પછી ભારતમાં બુધ્ધ નિતી અને મહાવિર નિતી આવી..જે લોકો મુળે ક્ષત્રિય હોવા છતાં પણ પરમ અહિન્સક હતા..જેની દેશને જરૂર જ હતી.

ગીતા નુ સ્થાન મંદિર મા આવી ગયુ અને આપણે ક્ષત્રિયો ને ભુલી ભિક્ષુકને પુજવા લાગ્યા.કુષ્ણ આપણને જીવન ને છોડવા ને બદલે જીવનમાં જ ભગવત્તા પામવાનુ કહી ગયા પણ બુધ્ધ અને મહાવીર પાસે લોકો 'છોડવાની' જ ભાવના લયને આવતા જે દેશને માનસિક રીતે પાયમાલ કરવા માટે પુરતુ સાબિત થયું.જેમ કુરાન મુસ્લિમ પાસે ન રહીને મુલ્લાં નો હાથ બની ગયુ તેમ જ ગીતા હિન્દુ ના હાથ માં થી નીકળી ને પાખંડી સાધુ,સંતો પાસે પહોંચી ગય જે માત્ર પલાયનવાદ નો શિકાર હતા.

ભલે આટલી હિંસા જોતા આપણને કુષ્ણ કરતા બુધ્ધ ની વધારે જરૂર છે પણ....પણ પરમેશ્વર એક જ ભાવ મા નથી માનતો... અહિંસા ની કિંમત ત્યારે જ થાય જ્યારે એમના પુરતી હિન્સા નુ અસ્તિત્વ હોય.ચર્ચિલ કહેતા કે મારે હિન્દુ ના સ્વર્ગ મા નથી જવું કારણકે જ્યાં માત્ર સુખ જ સુખ હોય ત્યાં સાચા અર્થમાં સુખ નો અનુભવ નો થાય.

આ દેશમાં એટલી બધી અહિંસા ની ભાવના પગપેસારો કરી ગય છે કે માત્ર આપણને જ હવે ગીતા બાજુ પાછુ વળવુ પડશે પછી તો બુદ્ધ, મહાવીર તો આપણી પોતીકી સંપત્તિ છે.

Gujarati Thought by Jay Vora : 111480219
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now