જુના કાવ્યોમાંથી ખાંખાં ખોળાં ....
એ બાળપણ મને લાવી આપો
મને હવે જુની સાયકલનું સરનામું લાવી આપો,
જેમાં બેસી આખી શેરી ફરી વળું એવું બાળપણ લાવી આપો.
ખિસ્સામાં બોદો અવાજ કરતા એ જુના પાંચિયા-દશિયા,
અને જુની ચુરણની ગોળીઓને, બિસ્કુટના બટકા લાવી આપો
ચોકના ટુકડાને પાટી પેનના ટુકડા સાથે પેન્સિલના ટુકડા,
મને તુટી ગયેલો પતરાનો કંપાસને ખાખી પૂંઠા લાવી આપો
શાળાના રસ્તે આવતી લારીમાં કલરવાળી કેરીને કાચા કચુકા,
મને વ્હાલથી શું લેવું છે બેટા બેટા કરતા કાન્તા માસી લાવી આપો.
આજે શાળાના એ તમામ મિત્રો ખોવાયા છે પૈસાના પવનમાં,
મને એય હર્ષલ્યા ચલ બેટ દડો રમવા કહેતા મિત્રો પાછા લાવી આપો.
હર્ષલ બ્રહ્મભટ્ટ