Gujarati Quote in Blog by Dp, pratik

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ઓનલાઇન_ભણતરની_થિયરી .

આ કોરનાની મહામારી ઘણુંબધું નુકશાન થયું છે, એવામાં બાળકોના ભણતરમાં પણ ખોટ આવી છે,એમાં બાળકો સ્કૂલ જઈ નથી શકતા 'ને ઘરે બેઠા વાંચી નથી શકતા એવામાં ગુજરાત સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે 1થી12 સુધીના તમામ વિદ્યાર્થીઓને જ્યાં સુધી આ મહામારીમાંથી મુક્તિ ન મળે ત્યાં સુધી,તેમને તેમના જ ઘરે બેઠા શિક્ષા મળી રહે તે માટે ઓનલાઇન ભણતરની ગોઠવણી કરી છે.

આ નિર્ણય આમતો સારો છે કે બાળકો ઘરેબેઠા ઓનલાઇન ભણે,પણ તેમના વાલિયોને તે પદ્ધતિ વાંધા જનક લાગી છે,કે જો બાળકો મોબાઈલમાં ભણશે તો તેમની માનસિકતા પર અસર કરશે અથવા મોબાઈલમાં ગેમ રમશે,એમની આ વાત પણ સાચ્ચી છે કે બાળક મોબાઈલમાં શું કરે છે એની ખબર નહીં હોય,ભણવાને બદલે ગેમ રમવા લાગશે આવી બધી ચિંતા સતાવે છે.

તો એમાં મારુ એક સઝેશન છે,કે તમારા બાળકોને ઓનલાઇન ભણાવવા માટે તમારે એને એકલા મુકવાની જરૂર નથી,જેમ એ લોકો શાળામાં ગ્રુપમાં ભણતા એમજ ઘરે પણ ભણશે બસ તમારા ઘરના કોઈ એક સભ્યને તેની પાસે બેસવાની જરૂર છે.

અને બીજી વાત જો તમારું એકજ બાળક છે જે ભણે છે તો તેને તેની શાળામાંથી આવતા વીડિયો શિક્ષણ આપવા તેને એક ઐરફોન આપો એ મોબાઈલમાં લગાવી તેને ફક્ત અવાજ સંભળાય એ માટે અને જે વિષય ભણવાનો હોય તેની પુસ્તક આપો અને એ પુસ્તકની પાછળ મોબાઈલ રાખી દ્યો,જેથી એ મોબાઈલ ન જોવે અને પુસ્તકમાં ધ્યાન દોરે,અને જો વધારે બાળકો હોય તો એના માટે ગુજરાત સરકાર દ્વારા એક ચેનલ ચાલુ કરવામાં આવી છે દરેક ધોરણના બાળકો માટે એમાં ભણાવો જેતે ધોરણમાં બાળકો ભણતા હોય તેમના સમય અને વિષય એ ચેનલમાં આવશે જેથી તમારા બાળકો સમય અનુસાર ભણી શકશે એમાં પણ એવુજ કરવાનું છે કે જે વિષય ભણાવવામાં આવે તેની પુસ્તક આપી દ્યો એ tv નો પડદો બ્લાઈન્ડ કરી દો જેથી ખાલી અવાજ સંભળાય અને પુસ્તકમાં ધ્યાન રહે.

ઓલનાઇલ ભણતરથી તમને થોડી આપત્તીજનક લાગશે પણ તમારું બાળક ભણવાનું ન ભૂલી જાય એ માટે એને ઓનલાઇન ભણવા દ્યો પણ મેં કહ્યું એમ ફક્ત ઓડિયો સાંભળી શકે અને પુસ્તકમાં ધ્યાન દોરી શકે એટલું તમારે ધ્યાન રાખવું જોશે એટલું તો તમે કરીજ શકશો તમારા સંતાન માટે.

😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

Gujarati Blog by Dp, pratik : 111479403
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now