Gujarati Quote in Motivational by મોહનભાઈ આનંદ

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#અનન્ય

================================
અનન્ય ભાવ એજ ખરી ભક્તિ એટલે કે જોડાણ છે. સૌ માં એક જ તત્વ છે ચૈતન્યમય આત્મચેતના આને એનો વિલાસ એ જ દ્રષ્ટિ ગોચર થતું આ બ્રહ્માંડ છે, જે ત્રણ ગુણો અને પંચતત્વો ના મિશ્રણ થી બન્યું છે.

વ્યષ્ટિ અને સમષ્ટિ એક જ છે, એની સમજણ અનન્ય ભાવ આપે છે,જો સમજણ આવી જાય , તો ભેદભાવ ના ઝઘડા નો અંત આવી જાય પરંતુ મારા માં મોહિત થયેલા જીવાત્મા ને દેહ અધ્યાસ છે પરિણામે કેવા કેવા છબરડા થાય છે, એ જગ જાહેર છે.‌કોઈની વાણી ફસડાઈ જાય છે,તો કોઈ નું ચિત ચગડોળે ચઢી જાય છે. બીજા માં એક જ છે એવો અનન્ય ભાવ પેદા થતો નથી. તેથી મારું તારું એવી માન્યતા ઓ સ્થપાય છે.

ઈશ્વરે જ સઘળું બનાવ્યું છે, એમણે પોતાની શક્તિ થી
વૈવિધ્ય સભર વિશ્વ બનાવ્યું છે. પરંતુ તાત્વિક દ્રષ્ટિએ તો એક જ આત્મચેતના સિવાય કશું જ નથી. પરંતુ દ્વેષભાવ માં જીવતા લોકો બધા ની સાથે ઐક્ય સાધી શકતા નથી એ તેમના મન ની પરિપક્વતા આને બુધ્ધિ ની સાચી નિર્ણય શક્તિ નથી. નહીં તો બાહ્ય પૂજા માં આ બધા પ્રતિકો ની અંદર એક જ તત્વ છે. એ સમજી શક્યા હોત.
અને કોઈ અસંતોષ ને અસંતુલન ની અનુભૂતિ ના થાત.

અનન્ય ભાવની પ્રાપ્તિ માટે સાધના કરવી પડે, એટલે કે
અદ્વૈત દ્રષ્ટિ કેળવવી પડે એના માટે દીર્ઘકાલીન અભ્યાસ ની જરૂર નથી સમજણ કેળવી શકીએ તો ઘણું છે.જો
આ સમજણ મળે તો જીવન ધન્ય થઈ જાય. આને સંઘર્ષ તથા વિવાદ નો અંત આવી જાય. પરંતુ આપણે આપણી જાતને સંયમિત નથી કરી શકતા, ઈચ્છા શક્તિ ના પ્રદર્શન માં આખા વિશ્વનું ભેદ દર્શન અને ઉપભોગ કરવા માંગીએ છીએ, તેથી જ શ્રીકૃષ્ણ ભગવાન ગીતા મા અનન્ય ભાવ થી નિશ્રય કરી આત્મા ની ઉપાસના પર ભાર મૂક્યો છે.

દરેકની નજરે અને મનોમંથન બાદ પોતાની વ્યક્તિગત દુનિયાદારી છે, જેને જેટલું સમજણ પડે એટલે ઠીક છે
સરોવર તો અનન્ય ભાવજલ થી ભરપુર છે પરંતુ ચકલી ની ચાંચ માં આવી તરસ છીપાવવા માટે લાયકાત પુરતું જ બરાબર છે.

અનન્ય ભાવ થી સર્વ નું અભિવાદન.. નમસ્કાર
====😂😂😂====

Gujarati Motivational by મોહનભાઈ આનંદ : 111478809
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now