ભેદભાવ !
ભેદભાવ એટલે શું?
🍂ભેદભાવ એટલે કે તું અમારા માંથી એક નથી.
ભેદભાવ ક્યાં નથી થતો? તમે વિચારો છો, કે વિચારી શકો છો, કે આ ભેદભાવ ક્યાં નથી જોવા મળતો. તો સત્ય એ છે કે ભેદભાવ બધેજ થાય છે, અમુક લોકો નાં ઘરમાં જ છોકરાં અને છોકરી વાળો ભેદભાવ જોવા મળતો હોય છે.
⏳સબંધો માં ભેદભાવ ની વાત કરીએ તો! અમુક લોકો પૈસાવાળા છે, અને અમુક લોકો થોડા ગરીબ છે, એટલે કે પૈસાવાળા નાં લેવલ નાં નથી! થોડાં ગરીબ લોકો જો પોતાનાં જીવનમાં કંઈ સારું કરતાં હોય છે, અને જીવનમાં આગળ વધતાં હોય છે, તો તુચ્છ વિચારો નાં લોકો આ વાત ને હજમ નથી કરી શકતાં, એમનાં હિસાબે ગરીબ તો ગરીબ રહેવું જોઈએ, ક્યારે આગળ નાં અવવવું જોઈએ, એટલે હમેશા એમણે એકલાં પાડવામાં આવે, એમની જોડે ભેદભાવ કરવામાં આવે, અને એમણે સતત નીચું દેખાડવામાં આવે છે.
💡અમીરી અને ગરીબી નાં ભેદભાવ થી તો બાળકો પણ નથી બચી શકતાં, બાળક જેણે ભેદભાવ એટલે શું એ પણ નથી સમજાતું હોતું, અને લોકો એ બાળક ને પણ નીચું બતાવવમાં બાકી નથી છોડતાં. અને એ પણ નથી વિચારતા આ તુચ્છ વિચારો નાં લોકો કે એક બાળક નાં મન ઉપર આની અરસ શું થશે.
સ્કુલ માં પણ એજ અમીરી ગરીબી , નાત જાત નો ભેદભાવ , રંગ રૂપ નો ભેદભાવ, હમેશા બધાં જોડે થતો હોય છે. માણસ એક સમયે ભેદભાવ તો સહન પણ કરી શકે છે, પરંતુ સતત થતો તિરસ્કાર કોઈ પણ વ્યક્તિ ક્યાં સુધી સહી શકે. સતત થતો તિરસ્કાર સહન કરવા માટે બહું હિમ્મત જોવે છે. તિરસ્કાર પણ કેવો કે બધાં એક બાજુ અને તમે એકલા એક બાજુ.
મારા જીવન માં પણ બનેલું એવું કે , હું એકલી એક બાજુ અને મારો પૂરી ક્લાસ એક બાજુ. નાના હોય ત્યારે એટલી સમજણ નાં હોય કે કઈ વસ્તું ને ઈગનોર કરવું અને ક્યાં આપણે સામે જવાબ આપવો. અને એ સમયે હું જવાબ આપી દેતી હતી. મને યાદ છે કે ૧૦ માં ધોરણ માં ૨૦૦૬ માં હું આવી, અને પૂરો ક્લાસ મળીને મને ચીડવતા હતાં, અને મારી બાજુમાં કોઈ બેસવા તૈયાર નહિ, અને હું બેસું કોઈની બાજુમાં તો કોઈ મારા જોડે વાત પણ નાં કરે. અને મારી ભૂલ શું હતી , કે હું જવાબ આપતી હતી, બે છોકરા જેમને મને બહુજ ચિડવ્યું, અને એ લોકો માટે એ મજાક મસ્તી હતી પરંતુ મારા માટે માનસીક ત્રાસ હતો, અને મને સાની સજા મળતી હતી, કે હું થોડીક જાડી હતી. અને એક દિવસ મારા થી સહન નહિ થતું અને ને એ બે છોકરાઓ ને બે લાફા માર્યા, બહુ થયું તમારું! અને એ છોકરાઓ એ જઈને ક્લાસ ટીચર ને કીધુ, અને ક્લાસ ટીચર એ શું કર્યું , મને સાયકૉ કહી દીધું. પરંતુ મને ખબર છે કે હું શું છું! અને એ દિવસે હું બહુજ રહી પૂરા ક્લાસ ની વચ્ચે. મને ગુસ્સો પણ આવ્યો કે શા માટે મારો આટલો તિરસ્કાર થઈ રહ્યો છે, અને એ સમયે એટલી સમજણ હતી કે, જેને જે કહેવું હોય તે કહે મારે શું ! મારા માટે જે છે એ મારો પરિવાર, મારા માતાપિતા ભાઈ બહેન, છે. બાકી દુનિયા મને સારી સમજે કે પછી પાગલ શું ફરક પડે છે.
બીજું આગળ......