હેલો ફ્રેન્ડ્સ,
રોજે રોજ પરિસ્થિતિ બગડતી જઈ રહી છે. લોકો આ મહામારીના સમયમાં આર્થિક અને માનસિક રીતે તૂટી રહ્યા છે. લોકો પોતાની મુશ્કેલીઓ કોઈની સાથે શેર કરવા ઈચ્છે છે પણ કદાચ ડરી રહ્યા છે કે રાખે ને કોઈ સમસ્યા થઈ જાય? કદાચ સામેવાળો મને શુ સમજશે? મને ના સમજે તો?
તો મિત્રો હવે એવુ ના વિચારો. સમસ્યા છે તો ખુલ્લા મને કોઈને કહી દો. ને જો કોઈ સાંભળવા વાળું ના મળે તો એને લખો. કહી દેવાથી સમસ્યા દૂર ભલે ના થાય. પણ એનું જે દુઃખ છે એ જરૂર ઓછું થાય છે. બની શકે તો એવી જગ્યાએ લખો જ્યાં કોઈ એને વાંચી તમારી મદદ કરી શકે. દા:ત, ફેસબુક, માતૃભારતી, માતૃભારતી, ઈન્સ્ટાગ્રામ વગેરે. આજની સ્થિતિ જ એવી છે કે કોઈપણ નિરાશ થઈ જાય એમાં કોઈ શરમ કે સંકોચ ના અનુભવો. જો તમે બોલી શકો છો તો એ લોકો કરતા વધુ સ્ટ્રોંગ છો જે હારીને ગીવઅપ કરી રહ્યા છે. પોતાને ખતમ કરીને પોતે તો જતાં રહે છે પણ પાછળ બીજા લોકો માટે દુઃખ મુકતા જાય છે. તમને કોઈ તો ચોક્કસ મળી જશે જે તમારી સમસ્યાને સમજીને એનો ઉકેલ લાવવામાં તમારી મદદ કરે. પણ પ્લીઝ ચિંતા કે નિરાશામાં આવી જઈ કોઈ એવું કામ ના કરી બેસતાં જેના કારણે તમારા પોતાના લોકોને માટે સમસ્યાઓ ઉભી થાય.
નિરાશા, હતાશા માણસને ડિપ્રેશન તરફ દોરી જાય છે. જ્યારે આવું કઈ લાગે તો એકલા ના રહો. સતત કુટુંબના સભ્યો, મિત્રો, પડોસીઓની સાથે રહો. ઘરના દરવાજા બારીઓ ખુલ્લી રાખી બહારની સુંદરતા અને પ્રકૃતિને અનુભવો. ટીવી પર ગીતો ચલાવો. ને છતાં સારું ના લાગે તો કોઈની સાથે તમારી સમસ્યા શેર કરો. મદદ જરૂર મળી જશે દોસ્તો. બસ તમારે બોલવું જરૂરી છે કેમકે તમારા બોલ્યાં વગર કોઈ તમારી સ્થિતિને સમજી નહિ શકે.
ને મિત્રો તમે પણ તૈયાર રહો. તમારી આજુબાજુ જુઓ કોઈ એકલું, ઉદાસ અને હતાશ દેખાય તો વાત કરવાનો પ્રયત્ન કરો. એ ભલે તમને અવગણે પણ તમે એને પૂરતો વિશ્વાસ આપવો કે એ પોતાની ઉદાસી તમારી સાથે શેર કરે. જો કોઈ નાની પણ સમસ્યા લઈને તમારી પાસે આવે તો અવગણો નહિ. ઘણીવાર નાની નાની વાતો ક્યારે મોટું સ્વરૂપ લઈ લે છે એ ખબર નથી પડતી. માટે નાનામાં નાની વાતને પણ સાંભળો રખે ને તમે કોઈના મદદગાર બની જાવ.
તો મિત્રો Best Of Luck. એક નાનકડી મદદ કોઈનું જીવન બચાવી શકે છે. ને મદદ પૈસા કે વસ્તુઓ ની નથી કરવાની. માત્ર કોઈની વાત સાંભળવાની છે તમારો સમય આપી ને.