ખબર નથી પડતી આ 2020નું વર્ષ કેવું છે, કોઈ સારા સમાચાર તો આજ સુધી સાંભળવા મળ્યા જ નથી, પરંતુ એક પછી એક ખરાબ સમાચાર આવતા જ જાય છે.
એક તો વાયરસ, બીજું લોકડાઉન અને આ બધામાં આવતું ડિપ્રેશન માણસને મૃત્યુની નજીક લઈ જઈ રહ્યું છે, ના માત્ર સામાન્ય માણસને પરંતુ સેલિબ્રિટીઓ પણ આ ડિપ્રેશનની ચપેટમાં આવતા જાય છે. ક્યારેય કોઈએ વિચાર્યું નથી હોતું એવું બની રહ્યું છે, અને હજુ પણ આવા દુઃખદ સમાચાર સાંભળવા મળી શકે છે !!!
ટીવી ધારાવાહિક "પવિત્ર રિશ્તા"થી જ સુશાંત મારો ગમતો અભિનેતા, બોલિવડુમાં પણ પોતાનો પગ જમાવવામાં સક્ષમ રહ્યો, પરંતુ આજે તેને જે પગલું ભર્યું તેના કારણે ખૂબ જ દુઃખ થયું, તેના અવસાનનું દુઃખ તો ચોક્કસ થાય પણ બીજું દુઃખ એ વાતનું થયું કે મારી જેમ લાખો-કરોડો લોકો તેને આદર્શ માનતા હશે, પરંતુ તેને જે પગલું ભર્યું તે હૈયાને ઊંડી ચોટ આપનારું છે, તેની પાછળનું કારણ ભલે ગમે તે હોય પણ આ વાત ના ગમી... !!!
પણ એક વાત નોંધવા જેવી છે. ડિપ્રેશન માણસને કંઈપણ કરાવી શકે છે, હું બસ એટલું જ કહેવા માંગીશ કે ઓનલાઈન દુનિયામાંથી બહાર આવી તમારી આસપાસ જે છે તેને સમજો, તેમને સમય આપો, તેમને સાથ આપો, ક્યાંક એવું ના બની જાય કે તમારી નજીકની જ વ્યક્તિ "છે" માંથી "હતી" બની જાય !! એ દુઃખ તમે ક્યારેય સહન નહિ કરી શકો !! યાદ રાખજો !!
- નીરવ પટેલ "શ્યામ"
ૐ શાંતિ !!!