હવે ખબર પડી આજનો શબ્દ આવતા આટલી વાર કેમ લાગી? શબ્દ જ એવો છે. કોણ પહેલા યાદ આવે? કુંભકર્ણ. પણ એને તો ભૂલથી વરદાન મળેલું હતુ. પરંતુ આપણી આસપાસ એવા કેટલાયે કુંભકર્ણ છે કે જે જાગતી આંખે પણ ઊંઘતા ઝડપાયા છે. હંમેશા આજનું કામ આવતી કાલ પર છોડનારા પણ એક પ્રકારના ઉંઘણસી જ છે.
કામ તો થશે શું ઉતાવળ છે? આવું વિચારવામાં ક્યારેક અગત્યના કામ માટે મળેલ સમય મર્યાદા પુરી થઈ જતા મુશ્કેલીમાં પણ મુકાઈ જવાનો વારો આવે છે. સપના જોવા માટે ઉંઘણસી જ બનવું જરુરી નથી, ક્યારેક જાગતી આંખે પણ જોઈ લેવા. બની શકે કે તમને કોઈ ખૂબ મોટો ફાયદો થાય.
સાંભળ્યું છે કે કીડી ક્યારેય ઉંઘતી નથી, તો શું એ થાકી જાય છે? ના. એ અવિરત ચાલુ જ રહેશે, પોતાના કામમાં મશગુલ જ રહે છે.
શ્રી સ્વામી વિવેકાનંદજી એ પણ કહ્યું છે કે "ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો." માટે એક લક્ષ્ય નક્કી કરો, ઉંઘણસી બનવાનું છોડો અને જાગ્યા ત્યારથી સવાર સમજીને કામ શરૂ કરી દો.
#ઉંઘણસી