રામકૃષ્ણ પરમહંસના શિષ્ય શ્રી મથુરા બાબુએ એક મંદિર બનાવી એમાં વિષ્ણુ ભગવાનની મૂર્તિની સ્થાપના કરી.
મૂર્તિને વસ્ત્ર અને આભૂષણોથી સજાવી. એક દિવસ કોઈ ચોર આવી મૂર્તિના આભૂષણો ચોરી ગયો. મથુરા બાબુ
મંદિરમાં જઈ ઉદાસ થઈને બોલ્યા " હે ભગવંત! આપતો ચતુર્ભૂજ છો, આપના હાથમાં ગદા અને ચક્ર હોવા છતાં
ચોર ચોરી કરીને જતો રહ્યો?"
પાસે ઉભેલા શ્રી રામકૃષ્ણે એ વાર્તાલાપ સાંભળીને કહ્યું "મથુરા બાબુ! ભગવાનને તમારી જેમ આભૂષણો અને
દરદાગીનાનો મોહ અને લોભ નથી. એમને કયી વસ્તુની ખોટ છે? કે જેથી તેઓ આખી રાત જાગતા રહે અને તુચ્છ
આભૂષણોની રખેવાળી કરે ?"