તારી આ કટું વાણી જ ક્યાં સુધી સાંભળ્યા કરું?
"પ્રીત"થી મહેકતા બાગમાં હું કેમ ન હવે વિહરું?
મારી ઈચ્છા પડે એમ મોજ હવે તો હું કેમ ન કરું?
તારા આ કટુંતાભર્યા વચનને હું કદીયે ના વિસરુ.
બસ, બહુ થયું હવે, હવે તો હું મન ફાવે ત્યાં ફરું.
ચાલ, કાઢી નાખ કડવાશ ને થઈ જા તું નિર્વિકાર.
લેખ વિધાતાના, છે જીવન તારું ને મારુ આકરું.
#કટું