Gujarati Quote in Blog by JAYDEV PUROHIT

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કટુતા...

અણગમાંનો તીખો ચહેરો એટલે કટુતા. માણસના સ્વભાવમાં પાછળથી મમરાવવામાં આવતો આ મુખ-વાસ મીઠાશને છોડનારો, સંબંધને તોડનારો, સૌને ધંધે લગાવનારો... સાંભળવું એને પસંદ નથી ને બોલતાં બોલતાં ક્યાં અટકવું એનું એમને ભાન નથી. પ્રમાણમાં હોય તો પચી જાય, અતિરેક થાય તો સંબંધમાં કબજીયાત કરી દે. જીભની પકડ છૂટી એટલે માણસમાં અક્કડ આવી. કોઈ બીજા બોલે કટુ તો ખોટું લાગે, પોતાનું ઝેર પણ મીઠું લાગે. કટુતા ઓકો નહીં એને રોકો.

- જયદેવ પુરોહિત

#કટું

Gujarati Blog by JAYDEV PUROHIT : 111471402
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now