નિર્દય બની ગયો તું છોડી
મધદરિયે ડુબાળી હોળી
આપેલા સઘળા વચનો તોડી
અસ્તિત્વ મારૂ તોડી મરોડી
હતા જે સદા આંખોના નૂર
કારણ વગર કર્યા તે દૂર
જા દિલથી તને માફ કરું
બસ એક વચન કર પૂરું
ફરી ના દિલથી ખેલતો કોઈ
તારા જેવું જ તને મળશે કોઈ
જીરવી નહી શકે તું પીડા
નિર્દય બની ના કર તું ક્રીડા
#નિર્દય