લગ્ન જીવનની શુભેચ્છા
_________________
શુભેચ્છા છે તમને તમ જીવન બાગ માં હજારો ફૂલો મઘમઘતા ઉગાવી લેજો.
લગ્નદિન મુબારક તમને, જીવન સંગાથી બની,સાત પગલાં આસમાન માં પડી લેજો,
કદી નથી હોતું મોડું જીવનમાં, દીપ સળગે ત્યાર થી સવાર માની લેજો,
આથમતી સંધ્યા એ રોમાંસની અનેરી મજા છે એ ચાંદ સમંદર પાસે જાણી લેજો,
કંટકો ને પણ સાથી બનાવી, જીવનના બાગ ને ગુલાબ બનાવી લેજો,
એક ના ડગલાં પર બીજા ના પગલાં પાડી, જીવન માર્ગ બનાવી લેજો,
પ્રભુ આપે. એવું સુંદર જીવન ,કે જેને જગતની સુંદર બેંક બનાવી લેજો,
જો સમંદર માંગે સમૃદ્ધિ તો તેને પણ ઉધાર આપી દેજો,
જો સૂરજ માંગે પ્રકાશ તમ જીવન થી, તો તેને પણ લોન આપી દેજો,
તમારા જીવન ની ખુશ્બૂ થી હજારો બાગ ને પણ શરમાવી દેજો,
કહેછે ' કવિરાજ' અજાણ્યા હતા આજ સુધી ,હવે આત્મીય બનાવી લેજો,
તમ જીવનની dictionary માં એક એવો સંબંધ જયવંતભાઈ નો લખી લેજો,
આહ નીકળે તમ જીવનમાં તો, ચીસ અમ હ્રુદય થી સાંભળી લેજો,
વસંત આવે તમ જીવન માં તો ,હૈયાની મહેક અમારાં ચહેરા પર જાણી લેજો.