*શબ્દની શક્તિ*
🔤🔤🆗🔤🔤
બોલે એના બોર વેચાય ને
ન બોલ્યામાં નવ ગુણ.
લો બોલો...
આમાં શબ્દોના ગુણ સમજવા કે અવગુણ...?!
બંને વાક્યોનો સીધો કે આડકતરો સંબંધ
શબ્દ જોડે,
લખાયેલા,બોલાયેલા શબ્દ જ તોડે, જોડે ને ફોડે...!
આજ તો શબ્દની શક્તિ,
આજ તો શબ્દની ઉર્જા..!
બંને વાક્યોના વર્ણવેલ શબ્દ એ
કર્યું શક્તિ પ્રદર્શન,
ન જોઈએ કોઈ જ વધારાનું નિદર્શન...!
બુધ્ધી ક્ષમતા અનુસાર સૌએ સાંભળવા ને બોલવાના કરવા
નક્કી ધારા ધોરણ,
કારણકે શોધાયુ નથી
શબ્દોની શક્તિનું નથી હજી સુધી કોઈ મારણ...!
જે પોષતું એ જ મારતું,
એ ક્રમ દીસે છે કુદરતી,
એમ જ ,
શબ્દોની શક્તિ થકી
જે એલફેલ બોલતુ
એ સ્વયંમ એનો
ભોગ બનતું
એ બોલનારમાં
દીસે છે
શબ્દની સ્ફુર્તિ...!
*શબ્દ જ બ્રહ્મ*
*શબ્દ જ અહં*
*શબ્દ જ નિરાકાર નિર્ગુણ પરબ્રહ્મ*
*શબ્દને પોતાનો જ પડઘો*
*માટે બોલતા ને લખતા પહેલા શબ્દને ઘડવો*
🔤🔤🆗🔤🔤
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*