હ્ર્દય ની સાથે નિર્દય શબ્દ જોડાયેલ છે.. ખરેખર જોતા હ્ર્દય પાસે કંઈ વિચારશક્તિ જ નથી હોતી.
આપણે જ મન ની દરેક ભાવના ને હ્ર્દય સાથે જોડી દઈએ છીએ.. માટે મન ને કોઈ ઘા લાગે ત્યારે આપણે બદલો પણ મન મુજબ લેવાને બદલે 'દિલથી' લઈ નાખીએ છીએ.. જેના કારણે કોઈ પણ એક્શન લેતી વખતે આપણે કંઈ જ વિચાર કરી શકતા નથી.એના રિએકશન આવે ત્યારે હ્ર્દય એનો જવાબ મન ને આપે છે...અને દેખીતી રીતે આપણે મનના ગુલામ હોય આપણને ભોગવવુ પડે છે...
આને જ કર્મ નો બદલો કહે છે..
માટે જ હ્ર્દય થી 'ફીલ' માત્ર કરો..મન ને તેનાથી દૂર જ રાખજો.કોઇ ને નિર્દય બનાવવા કરતા નિર્મન બનાવવો સારો કારણકે નિર્મન નો ઇલાજ છે નિર્દય નો નહીં.
#નિર્દય