*ઝરૂખો*
🧿⏳🧿⏳🧿
જુરાપાના ઝરૂખે
જીંદગી જીવાય નહી,
કોઈના ભરોસે હવે રહેવાય નહી...!
અહીંથી ત્યાં,ને
ત્યાંથી અહી
ભટક્યાં કર્યુ
હવે એવું કરવું
પોસાય નહી...!
ભાગ્યના ભરોસે
બહુ રહ્યાં,
કાયમ જ હવે
નસીબને જોરે
બેસાય નહી...!
આજ કરીશ ને કાલ કરીશ ,બસ
એવી લાલશામાં
હવે રહેવાય નહી...!
ઉંમરને વહી જતા વાર નથી લાગતી,
આમને આમ
જીંદગીના ઝરૂખે
આશાઓની વાટ જોવાય નહી...!
ભ્રાંતિની શોધમાં જીવતર આખુ
ધરબી દીધું ,
હવે શાંત ઝરૂખે
બેસાય નહી...!
⏳🧿⏳🧿⏳
ઋતંભરા વિશ્વજીત
*ઋત્વિશ્વ*