જિંદગીનો જુગાર ના પૂછો ,
કેટલું છે ઉધાર ના પૂછો.
શાંતિથી ખાઉં છું પીઉં છું બસ,
ખાલી મારો પગાર ના પૂછો.
શ્વાસ પણ સાચવીને છોડું છું,
ભીંત પરની દરાર ના પૂછો.
ના ફક્ત ના અને સતત ના છે,
કોઈ એનો વિચાર ના પૂછો.
દૂરથી હાલ ચાલ પૂછીલો,
કેટલો છું બિમાર ના પૂછો.
સ્મિત છલકાયું ભૂલમાં એનું,
કીડીઓની કતાર ના પૂછો.
જખ્મ લાગ્યાં બહુ મીઠા
કોની છે એ કટાર ના પૂછો.