Gujarati Quote in Story by jyotsana Thakor

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

💃👩‍🌾સપનાની રાજકુમારી👩‍🌾💃


સપનાની રાત હતી ,કાળી અંધારી એ રાત હતી ,નજર સે નજર મળી હતી એ સપના ની રાત માં . મહોબ્બત ના કાંટા મા ફૂલોની સેજ મળી હતી. જે ગમતું હતું મળ્યું હતું મને એ સપનામાં. માનવને એ સપનામાં રૂપરૂપનો અંબાર જેવી રાજકુમારી દેખાય છે. રૂપાળી તો એવી કે શું વાત કરવી. હરણી જેવી એની ચાલ, મુખડું તો જાણે કે ચંદ્રમાના શીતળ છાયામાં બેઠેલી ચાંદની. અણીયાળી એની આંખો ત્રીસી એની નજર. નયન હતા એના શરાબી, સોહામણા હતા એના ગાલ, એના એક ગોળ મટોળ મુખડામાં શોભતું હતું એનું નાક. પાતળી હતી એની કમળ. એના પગમાં એની ઝાંઝરીનો રણકાર એને શોભતો હતો.



એની ચાલ હરિણી ની માફક અદલ એને શોભતી હતી. લાગતી હતી જાણે કે સ્વર્ગની અપસરા.


મુખડું એનું મલક મલક થતું હતું, અને હશે તો જાણે ફૂલોની વર્ષા થતી હતી. પ્યાર ભરેલું એનું જોબન હતું. કેડમાં હતો ઘડો,
છુમ્મક છુમ્મક એની ચાલ હતી. સહેલી ઓ સાથ હતો. માનવને સપનામાં અપ્સરા જેવી એક કન્યા દેખાય છે.
માનવ સપનામાં ઘોડા ઉપર બેસીને સામે આવે છે. પહેલી નજરે તેને જોવે છે. શું છે તારુ રૂપ, મનમાં ને મનમાં શબ્દોની હારમાળા રચાય છે. કે આ કન્યાને હું શું કહું કંઈ સમજાતું નથી
, છતાં પણ મન મક્કમ કરીને બોલે છે. મધુર ને ભાસે તેવી કન્યા તમારું નામ જણાવો. તમે કયા રાજાના રાજકુંવરી છો. કયા પ્રદેશના રાજકુંવરી છો.

મનમાં ને મનમાંહરખાતી રાજકુંવરી બોલે છે,
કે મારું નામ વિસંતી છે.હું સુયોધન ની રાજકુમારી છું. મારો પ્રદેશ સુયોરાજ છે.

તમારૂ નામ શું છે રાજકુંવર માનવ એકીટસે જોયા જ કરે છે. અચાનક ઝબકી ને ભાન આવે છે.
રાજકુમાર બોલે છે મારું નામ માનવ. બંનેની નજરો માં નજર મળે છે. સખીયો મલક મલક મલકાય છે. બંનેના મન મળી જાય છે. હતું નજારો કંઇક આહલાદક,.... બન્નેની વચ્ચે પ્રેમ ભરી વાતો થાય છે. બંને એકબીજાને મન ભરીને જોઈ રહ્યા છે,

રાજકુમાર લગ્નનો પ્રસ્તાવ મૂકે છે અને રાજકુમારી થોડુક શરમાય છે. રાજકુમારી લગ્નની હા પાડે છે. રાજકુમારી અને સખીઓ રાજ મહેલ માં જાય છે થોડા દિવસો જાય છે અને રાજકુમારી નું મન લાગતું નથી. આ બાજુ રાજકુમારને પણ એવું જ થાય છે.

રાજકુમારી રાજાને કહી નથી શકતી,
તેથી, તે દૂત દ્વારા પોતાના પ્રેમનો સંદેશો રાજકુમાર ને મોકલે છે. રાજકુમારને સંદેશો મળે છે. નદી કિનારે બનેલી ઘટનાને તે તેના પિતાને વાત કરે છે. રાજા લગ્નનો પ્રસ્તાવ લઈને સુયોધન જોડે જાય છે.
અને સૂયોધન જોડે જઈને લગ્નનો પ્રસ્તાવ મૂકે છે ,અને લગ્નની વાત કરે છે. સુયોધન હા પાડે છે. તેની એકની એક રાજકુમારી હોય છે. તે હમણાં ઘણા થોડાક દિવસોથી ઉદાસ ઉદાસ રહેતી હતી.તો સૂયોધને તેને ઉદાસ રહેવાનું કારણ પુછ્યું હતું. ત્યારે રાજકુંવરી એ બનેલી ઘટનાની વાત તેના પિતાને કહી હતી. બંનેનાં ધામધૂમથી લગ્ન થાય છે. અને બંને શાંતિથી રહે છે. થોડાક વર્ષો બાદ રાજા નિવૃત્તિ લઇ લે છે ,

અને અચાનક માનવની આંખ ઉઘડી જાય છે. અને સપનાની રાજકુમારી દેખાવા લાગે છે. હસતા હસતા મલકાય છે. મમ્મી પૂછે છે કે શું થયું બેટા, શું વાત છે બેટા આજે તું બહુ ખુશ છે.
માનવ મમ્મીને સપનાની વાત કરે છે. પણ એક વાત ચોક્કસ છે કે ધોળા દિવસમાં દેખેલા સપના નો રાતમાં આભાસ થતો હોય છે અને સપના દ્વારા વ્યક્ત થતો હોય છે.આભાર....

Gujarati Story by jyotsana Thakor : 111470862
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now