ગૃહ પ્રવેશ
________
હરેક મુસાફર નો ગૃહપ્રવેશ છે આખરે,
કરેલા જીવન થાક નો વિસામો છે આ ઘરે,
સંસાર ના રંગ તરંગ નો પૂર્ણવિરામ છે આ ઘરે,
નથી ઘોંઘાટ નથી જંજાળ ફક્ત ખામોશી મળે,
નથી કોઈ ગભરાટ હરેક આત્મા આત્માની
જોડે,
નથી દુર્ગંધ નથી સુગંધ છતાં પ્રફુલ્લિત છે દોડે,
નથી ધન દૌલત ફક્ત પાપ નો ભાર છે
લાવે,
જીવન કર્મ ના કરેલા પુણ્ય નું ભાથું સાથે લાવે.