સંજોગો નો ગુલામ હોય છે બળવાખોર.
કોઈનો હાથો બનતો હોય છે બળવાખોર.
મૂળભૂત અધિકાર છીનવાય જાય છે ત્યારે,
એક નવો જન્મ લેતો હોય છે બળવાખોર.
સહનશક્તિ કયાં રહી છે આજના માનવમાં,
સામાન્ય વાતમાં ઊભા થાય છે બળવાખોર.
આ એકવીસમી કે એક વસમી સદી અનિલ,
હર એક ઘરમાં એકાદો હોય છે બળવાખોર.
#બળવાખોર