હા મારી કલમ સિંહાસન સામે બળવાખોર છે,
લોકતંત્રના શરીર પર આ નેતાઓના નહોર છે.
જેમને બિચારા કહી ને આપ્યા હતા મત આપે,
નકાબ ઉઠાવીને જોવો એ જ તો હરામખોર છે.
કરોડોના આંકડા જાહેર થાય છે જાહેરાતોમાં,
એ તો પ્રજા સેવાના નામે ભ્રષ્ટાચારનો રોલ છે.
તમારા ભાષણોમાં જ હટી છે દેશની ગરીબી,
તેના રડમસ અવાજો સાંભળી મનોજ બોર છે.
મનોજ સંતોકી માનસ
#બળવાખોર