Gujarati Quote in Quotes by Ashish

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાલે મેં વરસાદને પૂછ્યું તારી ઉંમર શું ?
વરસાદે મને બહુજ સુંદર જવાબ આપ્યો,

અગર તું વરસાદમાં આમ તેમ *આનંદથી ભાગતો* હઈશ તો મારી ઊમર *૧૦ વર્ષ*

અગર તું વરસાદમાં *કવિતા* લખતો હઈશ તો મારી *ઉંમર ૧૬ વર્ષ*

અગર તને વરસાદમાં *વિરહ* જણાતો હશે તો મારી *ઉંમર ૧૮ વર્ષ*

અગર તને વરસાદમાં *ટ્રેકિંગ* પર જવાનું મન થતું હશે તો મારી *ઉંમર ૨૪ વર્ષ*

અગર તને વરસાદમાં *ગજરો* લેવાનું મન થાય તો મારી *ઉંમર ૩૦ વર્ષ*

અગર તને દોસ્તો સાથે વરસાદમાં ભીના થતા *ભજીયા* ખાવાનું મન થાય તો મારી *ઉંમર ૪૦ વર્ષ*

પછી મેં વરસાદને પૂછ્યું
*”અરે ભાઈ તું ઉંમર બતાવ,*
*ખાલી શબ્દોમાં ના ગૂંથીશ !”*
વરસાદે સ્મિત-હાસ્ય સાથે કહ્યું
*વરસાદને જેવું માણીશ તેજ મારી ઊમર*!

🌹 વરસાદ ની શુભ કામના 💐

Gujarati Quotes by Ashish : 111469113
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now