વિદ્યાર્થીઓ ઓનલાઈન કેવી રીતે ભણશે
આ પ્રશ્નના જવાબ દરેક તબક્કા પ્રમાણે જુદા છે.
એક તબક્કા પાસે કેટલા મોબાઈલ ઈન્ટરનેટ વાળા છે એ એક મોટી સમસ્યા છે
જ્યારે બીજા તબક્કામાં ઓનલાઈન કલાસ માટે બાળક ને કેવું ડિવાઇસ અપાવીએ એ એક સમસ્યા છે.
તેઓ ભણવા માટે જગ્યા શોધે છે કારણ કે આજુ બાજુ વાહનો અને ફેકટરીઓનો ઘોંઘાટ છે
જ્યારે એક વર્ગ છોકરાના રૂમમાં એસીની વ્યવસ્થા માટે એમેઝોન પર ડીલ શોધે છે
તેઓ 3 મહિનાથી કામે ગયા નથી એટલે ફીસ માફી માટે આંદોલન કરીને બેઠા છે
અને આ લોકો ફીસ ભરીને બેઠા છે છતાં ટયુશન સારા નથી એવા બહાના લઇને બેઠા છે.
ભણવું વૈકલિપિક નથી અનિવાર્ય છે દરેક સમજે છે પણ
સ્કૂલો ખુલે નહીં ત્યાં તો બધા જ એકમત લઈને બેઠા છે.
નવી શૈલી ભલે રહેતી પણ એક દિવસ તો ભાણવું પડશે
આવો સમજાવી લઈએ સગાને જે જીદ પકડીને બેઠા છે.
.મહેન્દ્ર શર્મા 11.6.2020