" સ્ત્રી...!! "
વંશ વારસાને વધારનારી હું એક સ્ત્રી છું. કહેવાઉં અબળા પણ ખૂબ જ શક્તિશાળી હું એક સ્ત્રી છું. મને ગર્વ છે કે હું એક સ્ત્રી છું. હું નસીબદાર છું કારણ કે મને માતા બનવાનો અનુભવ મળ્યો છે. મને આ વંશવેલો આગળ ચાલુ રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે. ઇશ્વરે ખૂબ કાળજીથી મારી રચના કરી છે.
ઇશ્વરે મને ત્રીજું નેત્ર આપ્યું છે, જેનાથી હું મારા પતિ તેમજ બાળકોની તકલીફને તેમના કહ્યા વગર સમજી શકું છું. અને સારા-ખરાબની પળ વારમાં મને પહેચાન થઈ જાય છે.
ઇશ્વરને પણ જન્મ લેવા માટે સ્ત્રીની કૂખની જરૂર પડે છે. ઇશ્વરે એક સ્ત્રીની રચના કરીને હાથ ધોઈ નાંખ્યા છે.
- Jasmin