કેન્ડી ની ચુસ્કી
તમને યાદ છે મિત્રો એ નારંગી કેન્ડી જે નાનપણમાં ખૂબ મજા લઈને આપણે ખાતાં,અને પછી જીભ નારંગી કરી ને એકબીજા મિત્રો ને બતાવતા, કેન્ડી ની ચુસ્કી લેતાં તેના કેટલાક ટીપાં કપડાં પર પડી જતા તોયે બેફીકરાઈ થી ખાતાં, કયારેક તો ખાતાં ખાતાં કેન્ડી ટૂટી જાય તો બરફ ના ટુકડા ની જેમ હાથમાં લઈને મજા થી ચુસ્કી લેતાં, અને પછી કેન્ડી ની સળીઓ ભેગી કરી તેમાંથી અવનવાં રમકડાં,ઘર, પેનહોલ્ડર,
શો પીસ વગેરે બનાવતાં, અને કયારેક તો સ્કુલ ના પ્રોજેક્ટ માં પણ બતાવતા.
કેટલા સારા દિવસો હતા એ બાળપણના ન ભણતર નો ભાર, ન માર્ક નુ ટેન્સન, ન સારા ટકા% લાવવાની હરીફાઈ, ન બ્રાન્ડેડ વસ્ત્રો કે શુઝ ની જરુરીયાત.
કઈ પણ ખાતાં, ધૂળમાં રમતા, વગર ચપ્પલે ફરતા તોય કદી બિમાર ન પડતાં,વગર ન્યુટ્રીશને સ્ટ્રોંગ રહેતા.
ન મોબાઈલ હતા, કે ન ઈન્ટરનેટ અમુક ઘરમાં તો ટેલીવિઝન પણ નહોતા,છતાંય અવનવી રમતો રમતા.
જે હતું, જેટલું હતું, એમાં ખુશ હતા કારણ કે આપણે ખરેખર બાળપણ ને માણતા હતા...
(શબ્દ ભાવના)