#પ્રેમ
પ્રેમરૂપી પાણીથી ખળખળ વહેતી નદી છે તું,
તારા જ પ્રેમનો ભૂખ્યો દરિયો છું હું.
પ્રેમરૂપી ભરતીના મોજાથી ઉછળે છે તું,
તારા જ પ્રેમની ઓટથી ડરું છું હું.
પ્રેમરૂપી પ્રવાહમાં દુનિયાને મોહે છે તું,
તારા પ્રવાહને મારામાં સમાવા તત્પર છું હું.
પ્રેમરૂપી પાણીથી બધાની તરસ છિપાવે છે તું,
તારા જ પ્રેમનો તરસ્યો છું હું.
પ્રેમરૂપી નીરનો અખૂટ સ્ત્રોત છે તું,
તારા જ નીરથી સંતૃપ્ત થઈશ હું.