Gujarati Quote in Poem by Yogesh

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

યાદ આવ્યો પોરનો વરસાદ,આ વરસાદ માં.
ભીંજવે છે ઓણ એની યાદ,આ વરસાદ માં.

કો'ગુલાબી ગાલ ના ખંજન મહી બે બૂંદ હોય!
આપણે મન એ જ તો પરસાદ,આ વરસાદ માં.

સાવ સુક્કી હસ્તરેખા માં નદી જાગે અને,
કોઇ ભીતરથી કરે છે સાદ,આ વરસાદ માં.

રોજ અમને ઘર સુધી મૂકી ગયો વરસાદ તો,
બેઉ છોડી ના શક્યા મરજાદ આ વરસાદ માં.

બૂંદ થઇ મારો જ પડછાયો મને વળગી પડે,
કેવી રીતે સાચવું ઉન્માદ?આ વરસાદ માં.

પોતપોતાનો જુદો વરસાદ લઇ આવ્યા છે સૌ,
કોઇ છે આબાદ,કોઇ બરબાદ, આ વરસાદ માં.

સાવ હળવા ફૂલ જેવું થઇ જવાતું હોય છે,
જાતમાંથી કોણ થાતું બાદ? આ વરસાદ મા

હા,ઉનાળે રોજ ગાશે "આવ રે વરસાદ", પણ,
એજ લોકો ની હશે ફરિયાદ, આ વરસાદમાં.

Gujarati Poem by Yogesh : 111468639
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now