ઝરણાં અને નદીનો મેળાપ એટલે આપણે...
પવન અને પરાગરજનો સંગાથ એટલે આપણે....
સૂરજ અને સંધ્યાનું સૌંદર્ય એટલે આપણે...
ખળખળ વહેતા નીર અને પથ્થરનો પ્રતિબંધ એટલે આપણે..
ગાઢ અંધકારમાં સૂરજનું પહેલું કિરણ એટલે આપણે...
તું અને હું અલગ નથી અને ન તો છીએ સંગાથે,
બસ જ્યાં તું નથી ત્યાં મારી જરૂરત નથી...